સંખ્યાઓ આપણા રોજિંદા જીવનમાં ખુબ જ મહત્વપૂર્ણ છે, અને તેમને ગુજરાતી સિવાય પણ વિવિધ ભાષાઓમાં શીખવું ઉપીયોગી બની શકે છે. આજે, આપણે સરળ ટ્યુટોરીઅલ દ્વારા ૧ થી ૧૦૦ ગુજરાતી અંક શબ્દોમાં (1 To 100 Number in Gujarati With Words) શીખીશું. જો કે સંખ્યાઓ અનંત છે, પણ નાના બાળકો માટે 100 સુધી સંખ્યા શીખવી પૂરતી છે.
ગુજરાતી સંખ્યાઓ શીખવાથી ગણતરી કરવામાં ખુબ જ મદદ મળે છે, જયારે આપણી માતૃ ભષા મુખ્ય રૂપે ગુજરાત સિવાય ભારતના અન્ય રાજ્યો અને વિશ્વભરમાં ઘણા લોકો બોલે છે.
૧ થી ૧૦૦ ગુજરાતી અંક શબ્દોમાં ચાર્ટ અને PDF (1 To 100 Number in Gujarati With Words Chart and PDF)
અન્ય દેવનાગરી લીપી જેમ ગુજરાતી સંખ્યાઓનાં પોતાનાં વિશિષ્ટ પ્રતીકો છે, જે અંગ્રેજી સંખ્યાઓથી તદ્દન અલગ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ૧ એ 1, ૨ એ 2, વગેરે.આ સિવાય મહત્વપૂર્ણ રીતે સંખ્યાઓનું મૂલ્ય કોઈ પણ ભાષામાં સમાન થાય છે. જેમ કે અંગ્રેજીનાં 100 એ કોઈ પણ ભાષાની સંખ્યા માં 100 જ હશે.

| ગુજરાતી અંક | ગુજરાતી અંક શબ્દોમાં | અંગ્રેજી અંક શબ્દોમાં |
| ૦ | શૂન્ય (shunya) | 0 (zero) |
| ૧ | એક (ek) | 1 (one) |
| ૨ | બે (be) | 2 (two) |
| ૩ | ત્રણ (tran) | 3 (three) |
| ૪ | ચાર (char) | 4 (four) |
| ૫ | પાંચ (panch) | 5 (five) |
| ૬ | છ (chha) | 6 (six) |
| ૭ | સાત (sat) | 7 (seven) |
| ૮ | આઠ (aath) | 8 (eight) |
| ૯ | નવ (nav) | 9 (nine) |
| ૧૦ | દસ (das) | 10 (ten) |
| ૧૧ | અગિયાર (aagiyar) | 11 (eleven) |
| ૧૨ | બાર (bar) | 12 (twelve) |
| ૧૩ | તેર (ter) | 13 (thirteen) |
| ૧૪ | ચૌદ (chaud) | 14 (fourteen) |
| ૧૫ | પંદર (pandar) | 15 (fifteen) |
| ૧૬ | સોળ (sol) | 16 (sixteen) |
| ૧૭ | સત્તર (sattar) | 17 (seventeen) |
| ૧૮ | અઢાર (adhar) | 18 (eighteen) |
| ૧૯ | ઓગણિસ (ognis) | 19 (nineteen) |
| ૨૦ | વીસ (vis) | 20 (twenty) |
| ૨૧ | એકવીસ (ekvis) | 21 (twenty-one) |
| ૨૨ | બાવીસ (bavis) | 22 (twenty-two) |
| ૨૩ | તેવીસ (trevis) | 23 (twenty-three) |
| ૨૪ | ચોવીસ (chovis) | 24 (twenty-four) |
| ૨૫ | પચ્ચીસ (pachhis) | 25 (twenty-five) |
| ૨૬ | છવીસ (chhavis) | 26 (twenty-six) |
| ૨૭ | સત્તાવીસ (satyavis) | 27 (twenty-seven) |
| ૨૮ | અઠ્ઠાવીસ (athyavis) | 28 (twenty-eight) |
| ૨૯ | ઓગણત્રીસ (ogantris) | 29 (twenty-nine) |
| ૩૦ | ત્રીસ (tris) | 30 (thirty) |
| ૩૧ | એકત્રીસ (ekatris) | 31 (thirty-one) |
| ૩૨ | બત્રીસ (batris) | 32 (thirty-two) |
| ૩૩ | તેત્રીસ (tetris) | 33 (thirty-three) |
| ૩૪ | ચોત્રીસ (chotris) | 34 (thirty-four) |
| ૩૫ | પાંત્રીસ (patris) | 35 (thirty-five) |
| ૩૬ | છત્રીસ (chhatris) | 36 (thirty-six) |
| ૩૭ | સડત્રીસ (sadatris) | 37 (thirty-seven) |
| ૩૮ | અડત્રીસ (adatris) | 38 (thirty-eight) |
| ૩૯ | ઓગણચાલીસ (ogaṇachalis) | 39 (thirty-nine) |
| ૪૦ | ચાલીસ (chalis) | 40 (forty) |
| ૪૧ | એકતાલીસ (ektalis) | 41 (forty-one) |
| ૪૨ | બેતાલીસ (betalis) | 42 (forty-two) |
| ૪૩ | ત્રેતાલીસ (tetalis) | 43 (forty-three) |
| ૪૪ | ચુંમાલીસ (chumalis) | 44 (forty-four) |
| ૪૫ | પિસ્તાલીસ (pistalis) | 45 (forty-five) |
| ૪૬ | છેતાલીસ (chhetalis) | 46 (forty-six) |
| ૪૭ | સુડતાલીસ (sudtalis) | 47 (forty-seven) |
| ૪૮ | અડતાલીસ (adtalis) | 48 (forty-eight) |
| ૪૯ | ઓગણપચાસ (ognapachhas) | 49 (forty-nine) |
| ૫૦ | પચાસ (pachhas) | 50 (fifty) |
| ૫૧ | એકાવન (ekavan) | 51 (fifty-one) |
| ૫૨ | બાવન (bavan) | 52 (fifty-two) |
| ૫૩ | ત્રેપન (trepan) | 53 (fifty-three) |
| ૫૪ | ચોપન (chopan) | 54 (fifty-four) |
| ૫૫ | પંચાવન (panchavan) | 55 (fifty-five) |
| ૫૬ | છપ્પન (chhappan) | 56 (fifty-six) |
| ૫૭ | સત્તાવન (sattavan) | 57 (fifty-seven) |
| ૫૮ | અઠ્ઠાવન (athhavan) | 58 (fifty-eight) |
| ૫૯ | ઓગણસાઠ (ogansaith) | 59 (fifty-nine) |
| ૬૦ | સાઈઠ (saith) | 60 (sixty) |
| ૬૧ | એકસઠ (ekasath) | 61 (sixty-one) |
| ૬૨ | બાસઠ (basath) | 62 (sixty-two) |
| ૬૩ | ત્રેસઠ (tresath) | 63 (sixty-three) |
| ૬૪ | ચોસઠ (chosath) | 64 (sixty-four) |
| ૬૫ | પાંસઠ (pasath) | 65 (sixty-five) |
| ૬૬ | છાસઠ (chhasath) | 66 (sixty-six) |
| ૬૭ | સડસઠ (sadsath) | 67 (sixty-seven) |
| ૬૮ | અડસઠ (adsath) | 68 (sixty-eight) |
| ૬૯ | અગણોસિત્તેર (agnositer) | 69 (sixty-nine) |
| ૭૦ | સિત્તેર (sitter) | 70 (seventy) |
| ૭૧ | એકોતેર (ekoter) | 71 (seventy-one) |
| ૭૨ | બોતેર (boter) | 72 (seventy-two) |
| ૭૩ | તોતેર (toter) | 73 (seventy-three) |
| ૭૪ | ચુમોતેર (chumoter) | 74 (seventy-four) |
| ૭૫ | પંચોતેર (panchoter) | 75 (seventy-five) |
| ૭૬ | છોતેર (chhoter) | 76 (seventy-six) |
| ૭૭ | સિત્યોતેર (sityoter) | 77 (seventy-seven) |
| ૭૮ | ઇઠ્યોતેર (ithyoter) | 78 (seventy-eight) |
| ૭૯ | ઓગણાએંસી (oganesi) | 79 (seventy-nine) |
| ૮૦ | એંસી (ensi) | 80 (eighty) |
| ૮૧ | એક્યાસી (ekyasi) | 81 (eighty-one) |
| ૮૨ | બ્યાસી (byasi) | 82 (eighty-two) |
| ૮૩ | ત્યાસી (tyasi) | 83 (eighty-three) |
| ૮૪ | ચોર્યાસી (choryasi) | 84 (eighty-four) |
| ૮૫ | પંચાસી (panchasi) | 85 (eighty-five) |
| ૮૬ | છ્યાસી (chhyasi) | 86 (eighty-six) |
| ૮૭ | સિત્યાસી (sityasi) | 87 (eighty-seven) |
| ૮૮ | ઈઠ્યાસી (ithyasi) | 88 (eighty-eight) |
| ૮૯ | નેવ્યાસી (nevyasi) | 89 (eighty-nine) |
| ૯૦ | નેવું (nevu) | 90 (ninety) |
| ૯૧ | એકાણું (ekanu) | 91 (ninety-one) |
| ૯૨ | બાણું (baanu) | 92 (ninety-two) |
| ૯૩ | ત્રાણું (tranu) | 93 (ninety-three) |
| ૯૪ | ચોરાણું (choranu) | 94 (ninety-four) |
| ૯૫ | પંચાણું (panchanu) | 95 (ninety-five) |
| ૯૬ | છન્નું (chhannu) | 96 (ninety-six) |
| ૯૭ | સત્તાણું (sattanu) | 97 (ninety-seven) |
| ૯૮ | અઠ્ઠાણું (athhanu) | 98 (ninety-eight) |
| ૯૯ | નવ્વાણું (navvanu) | 99 (ninety-nine) |
| ૧૦૦ | સો (so) | 100 (one hundred) |
આ અંકો શીખી બાળકો સરળ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખી શકે છે. જેના માટે તમને અમારી વેબસાઈટમાં અલગ થી ટ્યુટોરીયલ આસાનીથી મળી જશે.
ગુજરાતી અંક શબ્દોમાં pdf (1 To 100 Number in Gujarati With Words PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
બાળકોએ ગુજરાતી અંક કેમ શીખવા જરૂરી છે?
અંક શીખવાથી બાળકોને ગુજરાતીમાં નંબરો સમજવામાં અને ઉપયોગમાં લેવામાં મદદ મળે છે, જે પછી બાળકો સરળ ગણતરી અને દાખલા શીખી શકે છે.
શું ગુજરાતી સંખ્યાઓ અંગ્રેજી સંખ્યાઓથી અલગ છે?
હા, ગુજરાતી સંખ્યાઓ વિવિધ પ્રતીકોનો ઉપયોગ કરે છે અને અલગ ઉચ્ચારણ ધરાવે છે, પરંતુ તેમ છતાં કોઈ પણ ભાષામાં અર્થ એક જ થાય છે.
ગુજરાતી અંક બાળકો ઝડપથી કેવી રીતે શીખી શકે?
બાળકો ને 1 થી 10 નંબરો શીખવાથી પ્રારંભ કરવો જોઈએ, પછી દસ થી આગળ સંખ્યાઓ શીખવી જોઈએ. એક વાર સંખ્યાઓનો કોન્સેપટ સમજતા કોઈ પણ સંખ્યા બાળકો આસાનીથી લખી શકશે.
સારાંશ (Summary)
આશા છે કે અહીં આપેલ ૧ થી ૧૦૦ ગુજરાતી અંક શબ્દોમાં ચાર્ટ, PDF અને ટ્યુટોરીઅલ (1 To 100 Number in Gujarati With Words Chart and PDF) દ્વારા બાળકો આસાનીથી શીખી શકશે. આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન હોઈ તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.