કદાચ તમે આ કહેવત સાંભળી હશે, “રોજ એક સફરજન ખાવાથી ડોક્ટરથી દૂર રહી શકાય.” કારણકે ફળોમાં ઘણા જરૂરી વિટામિન અને પોશક તત્વો હોય છે, તો બાળકોને તમામ આસાની આસપાસ ઉપલબ્ધ ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Fruits Name in Gujarati and English) શીખવાડવા ખુબ જ જરૂરી છે, જે માહિતી અહીં આસાનીથી પ્રાપ્ત થઇ જશે.
તમામ ફળો રંગબેરંગી, સ્વાદિષ્ટ અને આપણા શરીર માટે ખુબ જ સ્વસ્થ ખોરાક છે. દરેક ફળનો પોતાનો અલગ સ્વાદ, રંગ અને વિટામિન ધરાવે છે જે આપણને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. ફળો ઘણા આકાર અને કદમાં આવે છે, અને તેમને ખાવાથી આપણને ઊર્જા મળે છે. ચાલો કેટલાક સામાન્ય ફળોના નામો વિશે માહિતી મેળવીએ.
લોકપ્રિય ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Popular Fruits Name in Gujarati and English With Pictures)
સફરજન, કેળા, ચીકુ અને નારંગી જેવા કેટલાક ફળો ભારતમાં ખૂબ જ સામાન્ય અને બજારમાં શોધવામાં ખુબ જ સરળ હોય છે. સફરજન કડક અને મીઠા હોય છે, અને તે લાલ, લીલો અને પીળો જેવા રંગોમાં પણ આવે છે. કેળા નરમ હોય છે અને તેમાં પુષ્કળ ઊર્જા હોય છે, જે તેમને બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. નારંગી રસદાર હોય છે અને તેમાં ભરપૂર વિટામિન સી હોય છે, જે આપણને બીમાર થવાથી બચાવે છે.
No | Fruits Name in English | Fruits Name in Gujarati |
1 | Apple (એપલ) | સફરજન (safarajan) |
2 | Banana (બનાના) | કેળું (kelu) |
3 | Orange (ઓરેન્જ) | નારંગી (narangi) |
4 | Watermelon (વોટરમેલન) | તરબૂચ (tarbuch) |
5 | Grapes (ગ્રેપ્સ) | દ્રાક્ષ (draksh) |
6 | Pineapple (પાઈનેપલ) | અનાનસ (ananas) |
7 | Mango (મેંગો) | કેરી (keri) |
8 | Pear (પિઅર) | નાશપતી (naspati) |
9 | Strawberry (સ્ટ્રોબેરી) | સ્ટ્રોબેરી (stroberi) |
10 | Papaya (પપૈયા) | પાપૈયું (papayu) |
11 | Coconut (કોકોનટ) | નાળિયેર (naliyer) |
12 | Guava (ગુઆવા) | જામફળ (jamfal) |
13 | Pomegranate (પોમેગ્રાન્ટે) | દાડમ (dadam) |
14 | Sapota (સપોટા) | ચીકુ (chiku) |
15 | Muskmelon | ટેટી (Teti) |
16 | Sweet Lime (સ્વીટ લાઇમ) | મોસંબી (mosambi) |
17 | Sugar Cane (સુગર કેન) | શેરડી (sheradi) |
18 | Cherry (ચેરી) | ચેરી (cheri) |
19 | Lychee (લિચી) | લિચી (lichi) |
20 | Lemon (લેમન) | લીંબુ (limbu) |
21 | Custard Apple (કસ્ટર્ડ એપલ) | સીતાફળ (sitafal) |
22 | Peach (પીચ) | આલુ બદામ (Aalu Badam) |
23 | Fig (ફિગ) | અંજીર (Anjir) |
24 | Mulberry (માલબેરી) | શેતૂર (shetur) |
25 | Gooseberry (ગુસબેરી) | આંબળા (Aambla) |
26 | Barberry (બાર્બેરી) | બાર્બેરી (barbary) |
27 | Blueberry (બ્લુબેરી) | બ્લુબેરી (blu beri) |
28 | Apricots (એપ્રીકોટ) | જરદાળુ (jardalu) |
29 | Black Currant (બ્લેક કરંટ) | કાળી દ્રાક્ષ (Kali Draksh) |
30 | Tamarind (તમરિન્ડ) | આંબલી (aambli) |
31 | Raspberry (રાસબરી) | રાસબરી (Rasbary) |
32 | Cranberry (ક્રેનબેરી) | ક્રેનબેરી (krenberi) |
33 | Pineberry (પાઇનબેરી) | પાઇનબેરી (painberi) |
34 | Pumpkin | કોળુ (Kolu) |
35 | Dragon Fruit (ડ્રેગન ફ્રૂટ) | ડ્રેગન ફ્રૂટ (degan frut) |
36 | Kiwi (કીવી) | કીવી (kevi) |
37 | Avocado (એવોકાડો) | એવોકાડો (evokado) |
સૂકા મેવાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Nuts and Dry Fruits Name in Gujarati and English)
આ એવા ફળો છે જે સૂકા થયા બાદ ખાવામાં આવે છે અને તેમાં પાણીની માત્ર નહિવત હોય છે. સૂકા હોવા છતાં તેમાં વિટામિન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
No | Dry Fruits Name in English | Dry Fruits Name in Gujarati |
1 | Almond (આલ્મન્ડ) | બદામ (badam) |
2 | Cashews (કેશ્યુ) | કાજુ (kaju) |
3 | Pistachio (પિસ્તાચીઓ) | પિસ્તા (pista) |
4 | Walnut (વોલનટ) | અખરોટ (akhrot) |
5 | Raisins (રેસીન) | કિસમિસ/સૂકી દ્રાક્ષ (kismis) |
6 | Dry Figs (ડ્રાય ફિગ) | અંજીર (Anjir) |
7 | Peanuts (પીનટ) | મગફળી (Magfali) |
8 | Dry Apricot (ડ્રાય એપ્રિકોટ) | જરદાળુ (jardalu) |
9 | Dates (ડેટ્સ) | ખજુર (khajur) |
10 | Dry Coconuts (ડ્રાય કોકોનટ) | ટોપરું (topru) |
11 | Pine Nuts (પાઈન નટ) | દેવદાર નુ ફળ (devdar nu fal) |
12 | Prunes (પૃન્સ) | સૂકી આલુ બદામ (suki aalu badam) |
13 | Areca Nut (એરિકા નટ) | સોપારી (Sopari) |
14 | Dried Persimmon (ડ્રાય પર્સિમોન) | પર્સિમોન (parsimon) |
15 | Chestnut (ચેસ્ટનટ) | શિંગોડા (shingoda) |
16 | Pumpkin Seeds (પમ્પકીન સીડ્સ) | કોળા ના બીજ (kola na bij) |
અલગ અલગ પ્રકાર ફળોની વાત કરીએ તો બેરી નાના, રસદાર ફળો છે જે ખાવામાં પણ ખુબ મજા આવે છે. સ્ટ્રોબેરી લાલ અને મીઠી હોય છે, અને તેનો સ્વાદ પણ સરસ હોય છે. જયારે રાસ્પબેરી લાલ કે કાળી હોય છે અને અલગ અલગ મીઠાઈઓમાં મજાનો સ્વાદ ઉમેરે છે.
કેરી, અનાનસ અને નારિયેળ જેવા ઉષ્ણકટિબંધીય ફળો મુખ્યરીતે ગરમ જગ્યાએ ઉગે છે. કેરી ખૂબ જ મીઠી અને રસદાર હોય છે અને ઘણી જગ્યાએ તેને “ફળોનો રાજા” પણ કહેવામાં આવે છે. આ સિવાય લીંબુ અને દ્રાક્ષ જેવા સાઇટ્રસ ફળો ખાટા સ્વાદ ધરાવે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પણ તે આપણને સ્વસ્થ રાખવામાં પણ ખુબ મદદ કરે છે. દરેક ફળનો પોતાનો રંગ, સ્વાદ અને વિટામિન હોય છે જે તેને ખાસ બનાવે છે. તમારું મનપસંદ ફળ કયું છે અને તમને તે કેવી રીતે ખાવાનું ગમે છે, તે નીચે કોમેન્ટ કરી જરૂર જણાવશો.
ફળો ના નામ PDF (Fruits Name in Gujarati and English PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
કયું ફળ સૌથી વધુ પોષકતત્વો ધરાવે છે?
સફરજન અને એવોકાડો ખાવાથી આપણને સૌથી વધુ પોશાકતત્વો પ્રાપ્ત થાય છે અને તમે હેલ્દી રહી શકો છો. જોકે ભારતમાં કોઈ પણ જગ્યાએ સફરજન તો આસાનીથી મળી જશે, પણ એવોકાડો ગોતવું થોડું મુશ્કેલ છે અને તે મોંઘા મળે છે.
ફળો શા માટે સ્વસ્થ છે?
ફળો સ્વસ્થ છે કારણ કે તેમાં વિટામિન અને કુદરતી શર્કરા હોય છે જે આપણને ઉર્જા આપે છે અને આપણને મજબૂત રાખવામાં ખુબ જ મદદરૂપ બને છે.
કયા ફળો સૌથી લોકપ્રિય છે?
દુનિયા ના ટોચના લોકપ્રિય ફળોમાં સફરજન, કેળા, નારંગી અને સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે. આ શોધવામાં સરળ અને સ્વાદિષ્ટ છે.
સીતાફળ નું અંગ્રેજી નામ શું છે?
સીતાફળ ને અંગ્રેજી ભાષામાં “Custard Apple (કસ્ટર્ડ એપલ)” કહેવામાં આવે છે.
સારાંશ (Summary)
ખાવામાં મધુર હોવાની સાથે ફળો આપણને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા પણ મદદરૂપ બને છે, જેથી તમામ લોકો ને ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Fruits Name in Gujarati and English) સીખવવા ખુબ જ જરૂરી છે, જે અહીંથી આસાનીથી શીખી શકાય છે.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.