મૂળાક્ષર એ કોઈ પણ ભાષા શીખવાનું પહેલું પગથિયું માનવામાં આવે છે. જેથી બાળકોને શરૂવાત થી જ ગુજરાતી કક્કો અથવા મૂળાક્ષર (Gujarati Kakko or Gujarati Mulakshar) શીખવાડવા જરૂરી છે, જેથી તે ગુજરાતી ભાષા શીખવાની શુરુવાત કરી શકે. અહીં આપેલ ટ્યુટોરીઅલ અને ચાર્ટ દ્વારા આ કામ વાલી ખુબ જ સરળતાથી કરી શકે છે.
ગુજરાતી મૂળાક્ષરોનો ઉપયોગ ગુજરાતી ભાષા લખવા માટે થાય છે, જે મુખ્ય રીતે ભારતના ગુજરાત રાજ્યના લોકો અને વિશ્વભરમાં રહેતા ઘણા ગુજરાતીઓ બોલે છે. જો આ કામ પણ મજેદાર રીતે કરવામાં આવે, તો બાળકો આ સુંદર ભાષા વાંચવા, લખવા અને સમજતા જલ્દી શીખે છે.
ગુજરાતી કક્કો અથવા મૂળાક્ષર (Gujarati Kakko or Gujarati Mulakshar)
સમાનર રીતે ગુજરાતી મૂળાક્ષરો એ ગુજરાતી ભાષા લખવા માટે વપરાતા અક્ષરોનો સમૂહ છે. તેમાં 34 મુખ્ય અક્ષરો છે, અને દરેકના એક અનન્ય આકાર અને અવાજ છે. લખવામાં આ અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોથી તદ્દન અલગ છે અને તેમની પોતાની શૈલી છે, જે ગુજરાતીને વિશેષ બનાવે છે.
ગુજરાતી ભાષામાં મુખ્ય રૂપે 13 સ્વર છે, જે નીચે આપ્યા પ્રમાણે છે.
ગુજરાતી સ્વર:- અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ
ગુજરાતી ભાષામાં મુખ્ય 34 વ્યંજન છે, જે નીચે આપ્યા પ્રમાણે છે.
ગુજરાતી વ્યંજન:- ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.
ચિત્ર સાથે ગુજરાતી કક્કો અને ચાર્ટ (Gujarati Kakko With Picture or Chart)
ગુજરાતી સ્વર અ, આ, ઇ (Gujarati Vowels A, Aa, E)
ગુજરાતી સ્વર કોઈ પણ અન્ય વર્ણ વગર સરળતાથી બોલી શકાય છે. આ અક્ષરો કોઈ પણ તકલીફ વગર આસાનીથી બોલી શકાય છે.
No | ગુજરાતી સ્વર | અક્ષર થી શરૂ થતા શબ્દો | English Kakko (Gujarati Kakko in English) |
1 | અ | અજગર | a |
2 | આ | આઈસ્ક્રીમ | a/aa |
3 | ઇ | ઇમારત | i |
4 | ઈ | ઈસ્ત્રી | i |
5 | ઉ | ઉંદર | u |
6 | ઊ | ઊન | u |
7 | ઋ | ઋષિ | ru |
8 | એ | એરણ | ae |
9 | ઐ | ઐરાવત | ai |
10 | ઓ | ઓજાર | o |
11 | ઔ | ઔષધ | au |
12 | અં | અંજીર | am |
13 | અઃ | નમઃ | aha |
ગુજરાતી વ્યંજન ક, ખ, ગ (Gujarati Consonant or Gujarati ka, Kha, Ga)
વ્યંજન શબ્દ થી તમને ખબર પડશે કે કોઈ પ્રકારનું મિશ્રણ. આ એવા અક્ષરો છે, જે સ્વર સાથે મળી લખવામાં કે બોલવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્ + ઇ = કિ.
No | ગુજરાતી વ્યંજન | અક્ષર થી શરૂ થતા શબ્દો | English Kakko (Gujarati Kakko in English) |
1 | ક | કમળ | ka |
2 | ખ | ખટારો | kha |
3 | ગ | ગુલાબ | ga |
4 | ઘ | ઘર | gha |
5 | ચ | ચકલી | cha |
6 | છ | છત્રી | chha |
7 | જ | જમરૂખ | ja |
8 | ઝ | ઝરણું | jha |
9 | ટ | ટમેટું | ta |
10 | ઠ | ઠળિયો | tha |
11 | ડ | ડમરુ | da |
12 | ઢ | ઢગલો | dha |
13 | ણ | બાણ | ana |
14 | ત | તલવાર | ta |
15 | થ | થડ | tha |
16 | દ | દવા | da |
17 | ધ | ધજા | dha |
18 | ન | નખ | n |
19 | પ | પતંગ | pa |
20 | ફ | ફટાકડા | fa |
21 | બ | બસ | ba |
22 | ભ | ભમરડો | bha |
23 | મ | મરચું | ma |
24 | ય | યજ્ઞ | ya |
25 | ર | રમકડાં | ra |
26 | લ | લસણ | la |
27 | વ | વટાણા | va |
28 | શ | શરબત | sha |
29 | સ | સફરજન | sa |
30 | ષ | ષટ્કોણ | sha |
31 | હ | હરણ | ha |
32 | ળ | નળ | ala |
33 | ક્ષ | ક્ષત્રિય | ksha |
34 | જ્ઞ | જ્ઞાની | gna |
ગુજરાતી કક્કો સરળતાથી કઈ રીતે યાદ રાખવો?
જો તમે તમામ વ્યંજન ને એક સચોટ હરોળ માં યાદ રાખવાનો પ્રયાસ કારસો તો આસાનીથી યાદ રહી જશે.
ક ખ ગ ઘ,
ચ છ જ ઝ,
ટ ઠ ડ ઢ ણ,
ત થ દ ધ ન,
પ ફ, બ ભ મ,
ય ર લ વ,
શ ષ સ હ,
ળ ક્ષ જ્ઞ.
ગુજરાતી સ્વરની માત્રા (Gujarati Swar Matra)
વ્યંજન સાથે સ્વર ની સાથે જોડવાથી અલગ અલગ અક્ષરો બને છે, જેને તમે બારાક્ષરી તરીકે ઓળખો છો.
અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | અઃ |
् | ા | િ | ી | ુ | ૂ | ે | ૈ | ો | ૌ | ં | ઃ |
ક | કા | કિ | કી | કુ | કૂ | કે | કૈ | કો | કૌ | કં | કઃ |
ગુજરાતી મૂળાક્ષર ના પ્રકાર (Gujarati Mulakshar Na Prakar)
ગુજરાતી સ્વર | અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ |
ગુજરાતી વ્યંજન | ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ |
સંયુક્ત વ્યંજન | ક્ષ, ત્ર, જ્ઞ, શ્ર |
અનુસ્વાર | અં |
વિસર્ગ | અઃ |
કોઈ પણ જગ્યાએ ગુજરાત મૂળ ના બાળકોને ગુજરાતી શીખવાથી તેમની સંસ્કૃતિ સાથે જોડવામાં અને ભાષા બોલતા પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવામાં મદદ મળે છે. તે તેમને ગુજરાતી પુસ્તકો, ચિહ્નો અને પત્રો વાંચવામાં સક્ષમ બને છે, જે તેને એક મહત્વપૂર્ણ કૌશલ્ય બનાવે છે.
ગુજરાતી કક્કો PDF (Gujarati Kakko PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
ગુજરાતી મૂળાક્ષરોમાં સ્વરની સંખ્યા કેટલી છે?
ગુજરાતી ભાષામાં સ્વરની સંખ્યા અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં અને અઃ મળી કુલ 13 છે.
ગુજરાતી મૂળાક્ષરોમાં વ્યંજન ની સંખ્યા કેટલી છે?
ગુજરાતી ભાષામાં વ્યંજન ની સંખ્યા ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ અને જ્ઞ મળી કુલ 34 છે.
સારાંશ (Summary)
શુરૂવાંથી જ કોઈ પણ બાળકોને ગુજરાતી કક્કો અથવા મૂળાક્ષર (Gujarati Kakko or Gujarati Mulakshar) શીખવવા ખુબ જ મહત્વપૂર્ણ છે. જે અહીં આપેલ ટ્યુટોરીઅલ દ્વારા આસાનીથી શીખી શકાય છે. આશા છે તમને આ પોસ્ટ જરૂરથી ઉપીયોગી બનશે.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.