6 ઋતુઓના નામ | Seasons Name in Gujarati and English

આખા વર્ષ દરમિયાન આપણે આપણી આસપાસના વાતાવરણમાં ઘણા ફેરફારો નોંધપાત્ર રીતે અનુભવ કરી શકીએ છીએ. આવા કારણોસર બાળકોને ઋતુઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (6 Seasons Name in Gujarati and English) અને તેનો સમયગાળો ખબર હોવી જરૂરી છે. અહીં આપણે આ બાબતે તમામ જરૂરી માહિતી મેળવીશું.

આપણા દેશમાં આપણે તમામ ઋતુનો અનુભવ કરી શકીએ છીએ, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવના ઘણા દેશોમાં સતત ઠંડી જોવા મળે છે. આ સિવાય યુરોપ અને ઉત્તર અમેરિકાના ઘણા દેશોમાં પણ વર્ષમાં વધુ મહિના શિયાળો જોવા મળે છે.

ઋતુઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં, અને તેનો સમયગાળો (6 Seasons Name in Gujarati and English, and Its Duration)

મુખ્ય રીતે ભારતમાં ત્રણ ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. દરેક ઋતુનું પોતાનું હવામાન, પ્રવૃત્તિઓ અને વિશેષ તહેવારો હોય છે જે તેને અનન્ય બનાવે છે. ઋતુઓ વિશે શીખવાથી બાળકોને આપણી આસપાસની દુનિયા અને પ્રકૃતિમાં કયા ફેરફારો થાય છે તે સમજવામાં મદદ મળે છે.

seasons name in gujarati and english with pictures- ઋતુઓના નામ
Noઋતુઓ ના નામ અંગ્રેજીમાંઋતુઓ ના નામ ગુજરાતીમાં સમયગાળો
1Spring Season (સ્પ્રિંગ સીઝન)વસંત (Vasant)માર્ચ થી એપ્રિલ
2Summer (સમર)ઉનાળો (Unalo)મે થી જૂન
3Monsoon (મોન્સુન)ચોમાસુ કે વર્ષવર્ષા ઋતુ (Chomasu)જુલાઈ થી ઓગસ્ટ
4Autumn (ઓટમ)પાનખર (Paan Khar)સપ્ટેમ્બર થી ઓક્ટોબર
5Pre-Winter (વિન્ટર)હેમંત ઋતુ (Hemant Rutu)નવેમ્બર થી ડિસેમ્બર
6Winter (વિન્ટર)શિયાળો (Shiyalo)જાન્યુઆરી થી ફેબ્રુઆરી

બધી ઋતુની સામાન્ય માહિતી મેળવીએ તો, વસંત એ ઋતુ છે જ્યારે ફૂલો ખીલે છે, વૃક્ષો નવા પાંદડા ઉગે છે અને પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. ત્યાર બાદ હવામાન ધીરે ધીરે ગરમ થતું જાય છે. ઉનાળો એ વર્ષની સૌથી ગરમ ઋતુ છે, જેમાં પૃથ્વીનું તાપમાન ખુબ વધી જાય છે. લોકો ગરમીથી પરેશાન થાય છે અને તરબૂચ જેવા ઠંડા ફળો ખાય છે.

ઉનાળા ની કાળઝાળ ગરમી બાદ ચોમાસુ આવે છે, જયારે આપણા દેશમાં લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે અને ખેડૂતો વાવણી ચાલુ કરે છે. પાનખરમાં, હવામાન ધીરે ધીરે ઠંડુ થવા લાગે છે, અને ઝાડ પરના પાંદડા લાલ, નારંગી અને પીળા રંગમાં બદલાય છે. ત્યાર બાદ શિયાળાની શુરુવાત થાય છે, જે સૌથી ઠંડુ મોસમ છે, અને કેટલાક સ્થળોએ, તે બરફ પણ પડે છે.

ઋતુઓના નામ PDF (Seasons Name in Gujarati and English PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

સૌથી ગરમ મોસમ કઈ છે?

પૃથ્વી પર ઉનાળો એ સૌથી ગરમ મોસમ છે, જેમાં વધુ સૂર્યપ્રકાશ અને લાંબા દિવસો હોય છે. ગરમી વધુ હોવા છતાં લોકો ઉનાળા દરમિયાન આઉટડોર પ્રવૃત્તિઓ અને તરવાનો નો આનંદ માણે છે.

વસંતને નવા જીવનની મોસમ કેમ કહેવાય છે?

વસંતને નવા જીવનની મોસમ કહેવામાં આવે છે કારણ કે તમામ વૃક્ષ અને છોડ ફરી લીલા થવા માંડે છે, નવા પાન આવે છે અને ફૂલો ખીલે છે.

સારાંશ (Summary)

મહત્વપૂર્ણ રીતે એક વર્ષ ને અલગ-અલગ ઋતુ અનુસાર વિભાજિત કરી શકાય છે, જયારે તમને વાતાવરણ માં ફેરફાર નો અનુભવ થાય છે અને આ દર વર્ષે થાય છે. તેથી બાળકોને તમામ ઋતુઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં અને તેનો સમયગાળો (6 Seasons Name in Gujarati and English, and Its Duration) ખબર હોવી ખુબ જ જરૂરી છે. ચોક્સ કહી શકાય કે તે માહિતી તમને અહીં મળી ગઈ હશે.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *