આપણે ગુજરાતમાં રહીએ છીએ અને અહીં મોટાભાગના લોકો શાકાહારી છે. જેથી બાળકો ને તમામ ઉપીયોગી શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Vegetables Name in Gujarati and English) શીખવવા ખુબ જ જરૂરી છે, જેના વિશે નીચે તમને તમામ માહિતી આપેલ છે અને સરળ ભાષામાં છે.
આપણી પાસે ઘણા રંગબેરંગી શાકભાજી છે અને તમામ આપણા માટે તંદુરસ્ત રહેવા ખુબ જ મહત્વપૂર્ણ છે. કદાચ તમને ખબર નહિ હોય પણ શાકભાજીના ઘણા પ્રકારો છે, દરેકનો પોતાનો સ્વાદ, આકાર અને રંગ અલગ અલગ છે. શાકભાજી ખાવાથી આપણા શરીર ને સ્વસ્થ રહેવા અને ઉર્જાથી ભરપૂર રહેવામાં મદદ મળે છે. ચાલો કેટલાક શાકભાજીના નામ જાણીએ અને જાણીએ કે શા માટે તેઓ આપણા માટે એટલા સારા છે.
લોકપ્રિય શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Popular Vegetables Name in Gujarati and English With Pictures)
No | Vegetables Name in English | શાકભાજી ના નામ ગુજરાતીમાં |
1 | Eggplant (એગપ્લાન્ટ) | રીંગણા (ringna) |
2 | Potato (પોટેટો) | બટાકા (bataka) |
3 | Tomato (ટોમેટો) | ટામેટા (tameta) |
4 | Onion (ઓનિયન) | ડુંગળી (dungali) |
5 | Spring Onion (સ્પ્રિંગ ઓનિયન) | લીલી ડુંગળી (lili dungali) |
6 | Cucumber (કકમ્બર) | કાકડી (kakadi) |
7 | Carrot (કેરટ) | ગાજર (gajar) |
8 | Spinach (સ્પીનાચ) | પાલક (palak) |
9 | Chili (ચીલી) | મરચાં (marcha) |
10 | Cabbage (કેબેજ) | કોબી (kobi) |
11 | Peas (પીસ) | વટાણા (vatana) |
12 | Ginger (જીંજર) | આદુ (aadu) |
13 | Garlic (ગાર્લિક) | લસણ (lasan) |
14 | Bottle Gourd (બોટલ ગોર્ડ) | દૂધી (dudhi) |
15 | Cauliflower (કોલીફ્લાવર) | ફુલાવર (fulavar) |
16 | Cluster Beans (ક્લસ્ટર બિન) | ગુવાર (gavar) |
17 | Lady Finger (લેડી ફિંગર) | ભીંડો (bhindo) |
18 | Bitter Gourd (બિટર ગોર્ડ) | કારેલા (karela) |
19 | Ridged Gourd (રીજ ગોર્ડ) | તુરીયા (turiya) |
20 | Luffa Gourd (લૂફા ગોર્ડ) | ગલકા (galka) |
21 | Coriander Leaf (કોરીયાન્ડર લિવ) | લીલા ધાણા (lila dhana) |
22 | Radish (રેડીશ) | મૂળો (mulo) |
23 | Green bean (ગ્રીન બિન) | ચોળી (choli) |
24 | Green Chickpea (ચિકપિ) | ચણા (chana) |
25 | Sweet potato (સ્વીટ પોટેટો) | શક્કરિયા (shakariya) |
26 | Curry Leaf (કરી લિવ) | મીઠો લીમડો (mitho limdo) |
27 | Beetroot (બીટરૂટ) | બીટ (bit) |
28 | Pumpkin (પમ્પકીન) | કોળું (kolu) |
29 | Fenugreek Leaf (ફેનુંગ્રીક લિફ) | લીલી મેથી (lili methi) |
30 | Capsicum (કેપ્સિકમ) | શિમલા મિર્ચ (shimla mirch) |
31 | Dill (દિલ) | સુવાદાણા (suvadana) |
32 | Green pepper (ગ્રીન પેપર) | લીલા મરી (lila mari) |
33 | Mushroom (મશરૂમ) | મશરૂમ (mashrum) |
34 | Peppermint (પેપર મિન્ટ) | ફુદીનો (fudino) |
35 | Turnip (ટર્નિપ) | સલગમ (salgam) |
36 | Broad Beans (બ્રોડ બિન) | વાલોળ (valol) |
37 | Bulbous root (બલબસ રુટ) | સુરણ (suran) |
38 | Colocasia (કોલોકેસિયા) | પાત્રા (patra) |
39 | Drumstick (ડ્રમસ્ટિક) | સરગવો (saragvo) |
40 | French Beans (ફ્રેન્ચ બિન) | ફણસી (fansi) |
41 | Tandlichi (તનદલીચી) | તાંદળિયા ની ભાજી (tandaliya ni bhaji) |
42 | Yam (યામ) | રતાળું (ratalu) |
43 | Asparagus (અસ્પારાગસ) | શતાવરી (shatavari) |
44 | Rosemary (રોઝમેરી) | રોઝમેરી (rojmeri) |
45 | Oregano (ઓરેગાનો) | ઓરેગાનો (oregano) |
46 | Zucchini (ઝૂકીની) | ઝૂકીની (jukini) |
47 | Parsley (પાર્સલે) | કસૂરી મેથી જેવી વનસ્પતિ (Kasuri Methi Jevi vanaspati) |
48 | Celery (સેલેરી) | સલાડ બનાવવા માટેનું શાકભાજી |
49 | Artichoke (આર્તિચોક) | આર્તિચોક (artichok) |
પાલક, બ્રોકોલી અને વટાણા જેવા લીલા શાકભાજી વિટામિન્સથી ભરપૂર હોય છે. સાથે સાથે પાલકમાં ઘણું આયર્ન હોય છે, જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય આપણી પાસે મૂળ વાળા શાકભાજી પણ છે, જે જમીન ની અંદર થાય છે. જેમ કે ગાજર, બટાકા અને બીટ, ભૂગર્ભમાં ઉગે છે, જે આપણને સ્વાસ્થ્ય રહેવામાં મદદ કરે છે અને આપણી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
શાકભાજી ફક્ત લીલા જ નહીં, તમામ રંગોમાં આવે છે, રીંગણા જાંબલી રંગના હોય છે અને તેમાં ફાઈબર હોય છે, જે આપણા પેટ માટે સારું છે. આ સિવાય પાંદડાવાળા શાકભાજી કોબી, કોથમરી જેવા વિટામિન્સથી ભરપૂર હોય છે અને હેલ્દી સલાડ બનાવવામાં ખુબ જ મદદરૂપ બને છે.
લીલા શાકભાજી ના નામ (Green Vegetables Name)
- પાલક
- ધાણા
- કાકડી
- વટાણા
- લીલા મરચા
- કારેલા
- તુરીયા
- ગલકા
- ભીંડો
- ચોળી
- ફુદીનો
- ગુવાર
- ઝૂકીની
દાણા વાળા શાકભાજી (Beans Vegetable in Gujarati)
- વટાણા
- વાલોળ
- ચોળી
- ગુવાર
- લીલી તુવેર
- પાપડી
વેલા પર થતા શાકભાજી ના નામ
- કાકડી
- દૂધી
- કારેલા
- તુરીયા
- ગલકા
- ટીંડોરા
છોડ પર થતા શાકભાજી ના નામ (Names of vegetables grown on plants)
- રીંગણ (Eggplant)
- ટામેટા (Tomato)
- મરચાં (મરચાં)
- ગુવાર (Cluster Beans)
- ભીંડો (Lady Finger)
- ચોળી (Green bean)
જમીનની નીચે થતા શાકભાજી (Root Vegetables Name)
- Potato (બટાકા)
- Onion (ડુંગળી)
- Carrot (ગાજર)
- Ginger (આદુ)
- Garlic (લસણ)
- Radish (મૂળો)
- Sweet Potato (શક્કરિયા)
- Beetroot (બીટ)
- Bulbous root (સુરણ)
- Yam (રતાળું)
શિયાળામાં થતા શાકભાજીના નામ (Vegetables Grown in Winter Season)
- Peas (વટાણા)
- Cabbage (કોબી)
- Carrot (ગાજર)
- Cauliflower (ફુલાવર)
- Onion (ડુંગળી)
- Radish (મૂળા)
- Spinach (પાલક)
- Beetroot (બીટ)
- Broccoli (બ્રોકોલી)
શાકભાજીના નામ PDF (Vegetables Name in Gujarati and English PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
શા માટે શાકભાજીનું સેવન આપણા માટે મહત્વપૂર્ણ છે?
મોટાભાગના શાકભાજી વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે જે આપણા શરીરને વધવા, મજબૂત રહેવા અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
દૂધી શાકભાજી ને અંગ્રેજીમાં શું કહેવાય?
દૂધીને અંગ્રેજીમાં “Bottle Gourd (બોટલ ગોર્ડ)” કહેવામાં આવે છે.
What can yam vegetable be called in Gujarati?
You can called “રતાળુ (Ratalu)” in Gujarati language.
શું તમામ શાકભાજી કાચા ખાઈ શકાય છે?
કેટલાક શાકભાજી કાચા ખાઈ શકાય છે, જેમ કે ગાજર અને કાકડી, જ્યારે અન્ય બટાકા અને રીંગણા જેવા શાકભાજી રાંધેલા સ્વાદમાં વધુ સારા હોય છે.
કયા શાકભાજી આપણી આંખો માટે સારા છે?
ગાજર, પાલક અને શક્કરિયા જેવા શાકભાજી આપણી આંખો માટે ખુબ જ મદદરૂપ બને છે કારણ કે તેમાં આંખના સ્વાસ્થ્ય રાખવા માટે મહત્વપૂર્ણ વિટામિન હોય છે.
સારાંશ (Summary)
મજબૂત, સ્વસ્થ રહેવા અને સારું અનુભવવા માટે રેગ્યુલર શાકભાજીનું સેવન કરવું ખુબ જ મહત્વપૂર્ણ છે. તેથી બાળકોને આપણી આસપાસ સરળતાથી ઉપલબ્ધ શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Vegetables Name in Gujarati and English) સીખવવા ખુબ જ જરૂરી છે, જે અહીંથી આસાનીથી શીખી શકાય છે.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.