12 મહિનાના નામ | Months Name in Gujarati and English

મિનિટ, કલાક અને દિવસની જેમ જ મહિનો પણ સમય માપવાનો એક મહત્વપૂર્ણ એકમ છે, જેથી બાળકોને શુરુવાતમાં જ મહિનાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (12 Months Name in Gujarati and English Language) શીખવવા ખુબ જ જરૂરી છે. આ સિવાય આપણે ગુજરાતમાં રહીએ છીએ, જેમાં તમામ તહેવારો ગુજરાતી મહિના અનુસાર ઉજવવામાં આવે છે, જયારે અન્ય કામ અંગ્રેજી મહિના અનુસાર કરવામાં આવે છે.

એક વર્ષમાં કુલ 12 મહિના હોય છે, અને દરેક મહિનાનું પોતાનું નામ અને તે દરમિયાન આવતા ખાસ દિવસો અને તહેવારો હોય છે. આ સિવાય મહિના ના ચોક્કસ સમય પસાર થતા ઋતુઓ અને આસપાસના વાતાવરણ માં પણ ચોક્કસ ફેરફાર જોવા મળે છે. જેમ કે જાન્યુવરીમાં તમને ઠંડી નો અને માર્ચ પછી ગરમીનો અનુભવ થાય છે.

મહિનાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (12 Months Name in Gujarati and English Language)

હવે તમને ગુજરાતી અને અંગ્રેજી મહિનામાં થોડી મૂંઝવણ થઈ શકે છે, કારણ કે તેમની શુરુવાત અને અંત હંમેશા અલગ અલગ હોય છે, જેની માહિતી તમને નીચે આપેલ છે. અલગ અલગ સંકૃતિ અને દેશોમાં અલગ અલગ કેલેન્ડર હોય છે, જેથી મહિનામાં તફાવત જોવા મળીશકે છે.

ગુજરાતી મહિનાના નામ (Gujarati Mahina Na Naam or Months Names in Gujarati and English According Hindu Calendar)

ગુજરાતી મહિના હિન્દુ કેલેન્ડર (વિક્રમ સવંત) અનુસાર હોય છે, જેથી આપણે આપણા તમામ તહેવારો પણ આ કેલેન્ડર અનુસાર જ ઉજવાઈએ છીએ. આપણું વર્ષ ગ્રેગોરિયન કેલેન્ડર થી ઘણું અલગ છે, જેથી તમને ઈસ્વીસનમાં પણ ફરક જોવા મળશે.

મુખ્ય તફાવત સમજીએ તો હિન્દી કેલેન્ડર 57 બીસીઇ થી શરૂ થાય છે અને તે મુખ્ય રૂપે ચંદ્ર સિસ્ટમ કે ચંદ્રના તબક્કાઓને અનુસરે છે. આપણા વર્ષમાં સામાન્ય રીતે 354 દિવસ (નિયમિત વર્ષમાં) હોય છે, જે સૌર વર્ષ કરતાં ટૂંકા હોય છે.

gujarati mahina na naam or months names in gujarati and english according hindu calendar- ગુજરાતી મહિના ના નામ
gujarati mahina na naam or months names in gujarati and english according hindu calendar- ગુજરાતી મહિના ના નામ
NoMonths Name According Hindu Calendar English Months Duration
1કારતક (Kartak)મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર
2માગશર (Magshar)મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી
3પોષ (Posh)મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી
4મહા (Maha)મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ
5ફાગણ (Fagan)મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ
6ચૈત્ર (Chaitra)મધ્ય એપ્રિલથી મધ્ય મે
7વૈશાખ (Vaishakh)મધ્ય મેથી મધ્ય જૂન
8જેઠ (Jeth)મધ્ય જૂનથી મધ્ય જુલાઈ
9અષાઢ (Ashadh)મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ
10શ્રાવણ (Shravan)મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર
11ભાદરવો (Bhadarvo)મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર
12આસો (Aaso)મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર

આ સિવાય એક મહત્વપૂર્ણ બાબત જણાવી ખુબ જ જરૂરી છે, ચંદ્ર કેલેન્ડરને સૌર વર્ષની નજીક લાવવા માટે એક વધારાનો મહિનો (અધિક માસ) ઉમેરીને લીપ વર્ષ એડજસ્ટ કરવામાં આવે છે. જયારે અંગ્રેજી કેલેન્ડર માં લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં એક વધારાનો દિવસ (ફેબ્રુઆરી 29) ઉમેરવામાં આવે છે, જે દર 4 વર્ષે થાય છે.

અંગ્રેજી મહિનાના નામ (Angreji Mahina Na Naam or Months Names in Gujarati and English According Gregorian Calendar)

અંગ્રેજી કે ગ્રેગોરિયન કેલેન્ડર વૈશ્વિક સ્તરે વપરાતું કેલેન્ડર છે. આ સૂર્ય પર આધારિત છે, જે ઈસુ ખ્રિસ્તના જન્મથી શરૂ થાય છે. મુખ્ય રૂપે આ કેલેન્ડર સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણ પર આધારિત છે. આ સિવાય અંગ્રેજી કેલેન્ડરમાં 12 મહિના છે, ઉદાહરણ તરીકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, વગેરે, જે સૌર ચક્ર પર આધારિત છે અને દિવસોની નિશ્ચિત સંખ્યા (28-31 દિવસ) ધરાવે છે.

angreji mahina na naam or months names in gujarati and english according gregorian calendar- અંગ્રેજી મહિનાના નામ
angreji mahina na naam or months names in gujarati and english according gregorian calendar- અંગ્રેજી મહિનાના નામ
NoMonths Names in EnglishMonths Names in Gujarati
1Januaryજાન્યુઆરી
2Februaryફેબ્રુઆરી
3Marchમાર્ચ
4Aprilએપ્રિલ
5Mayમે
6Juneજૂન
7Julyજુલાઈ
8Augustઓગસ્ટ
9Septemberસપ્ટેમ્બર
10Octoberઓક્ટોબર
11Novemberનવેમ્બર
12Decemberડિસેમ્બર

વર્ષની શુરુવાત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચથી થાય છે. જાન્યુઆરી એ વર્ષનો પહેલો મહિનો છે અને ઘણી જગ્યાએ આ સમયમાં ઠંડી હોય છે. આ સિવાય ફેબ્રુઆરી એ સૌથી નાનો મહિનો છે, જેમાં ફક્ત 28 અથવા 29 દિવસ છે. ધીરે ધીરે માર્ચ માર્ચ આવતા વસંતઋતુ શરૂ થાય છે, ગરમ હવામાન લાવે છે અને ફૂલો ખીલે છે.

મહિના અનુસાર ઋતુઓનો સમયગાળો (Duration of seasons according to months)

Noઋતુઓ ના નામ અંગ્રેજીમાંઋતુઓ ના નામ ગુજરાતીમાં સમયગાળો
1Spring Season (સ્પ્રિંગ સીઝન)વસંત (Vasant)માર્ચ થી એપ્રિલ
2Summer (સમર)ઉનાળો (Unalo)મે થી જૂન
3Monsoon (મોન્સુન)ચોમાસુ કે વર્ષવર્ષા ઋતુ (Chomasu)જુલાઈ થી ઓગસ્ટ
4Autumn (ઓટમ)પાનખર (Paan Khar)સપ્ટેમ્બર થી ઓક્ટોબર
5Pre-Winter (વિન્ટર)હેમંત ઋતુ (Hemant Rutu)નવેમ્બર થી ડિસેમ્બર
6Winter (વિન્ટર)શિયાળો (Shiyalo)જાન્યુઆરી થી ફેબ્રુઆરી

વર્ષનો કોઈ પણ મહિનો તેના પોતાના નામ, હવામાન અને તહેવારોની ઉજવણી સાથે ખાસ હોય છે. બાળકો માટે દિવસો અને મહિનાઓ શીખવાથી ધીરે ધીરે સમયનું મહત્વ સમજાવવામાં આવે છે અને તેમને સમય વિશે સામાન્ય માહિતી મળે છે.

મહિના વિશે કેટલાક રસપ્રદ તથ્યો (Some interesting facts about the months)

  • ફેબ્રુઆરી એ વર્ષનો એકમાત્ર મહિનો છે જેમાં 30 દિવસથી ઓછા 28 દિવસ હોય છે, જયારે ફક્ત લીપ વર્ષમાં 29 દિવસો હોય છે.
  • જૂન મહિનામાં પૃથ્વી પર ઉત્તર ગોળાર્ધમાં વર્ષના સૌથી લાંબો દિવસો હોય છે, જે ઉનાળાની શરૂઆત દર્શાવે છે.
  • જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું નામ રોમન નેતાઓ જુલિયસ સીઝર અને ઓગસ્ટસના નામ પરથી પાડવામાં આવ્યું છે.
  • સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના એવા મહિના ના નામ છે જેનો અર્થ લેટિનમાં “સાત,” “આઠ,” “નવ,” અને “દસ” થાય છે, પરંતુ તે કેલેન્ડરમાં વાસ્તવમાં 9મો, 10મો, 11મો અને 12મો મહિનો છે.
  • ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીનો સમય વર્ષમાં સૌથી ઠંડો સમય છે.
  • મેં અને જૂન બંને ઉનાળાના મહિનાઓ છે જે ખૂબ જ ગરમ મહિના હોય છે.
  • ડિસેમ્બર વર્ષનું અંત છે, જેમાં નાતાલ જેવા તહેવારો આવે છે અને લોકો ત્યાર બાદ નવા વર્ષની ઉજવણી કરે છે.

આપણું હિન્દી કેલેન્ડર ચંદ્ર આધારિત છે અને તેનો ઉપીયોગ મુખ્ય રીતે સાંસ્કૃતિક અને ધાર્મિક હેતુઓ માટે થાય છે, જ્યારે અંગ્રેજી કેલેન્ડર સૌર-આધારિત છે અને તેનો ઉપયોગ વિશ્વભરમાં દૈનિક પ્રવૃત્તિઓ, કામ અને શાળાના અભ્યાસ માટે થાય છે.

મહિનાના નામ PDF (Months Name in Gujarati and English PDF)

અહીં મેળવો ફ્રી PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

અંગ્રેજી અને હિન્દી કેલેન્ડરમાં શું અંતર છે?

આ બંને તદ્દન અલગ અલગ કેલેન્ડર છે, જે એક ચંદ્ર તો બીજું સૂર્ય પર મુખ્ય રીતે આધારિત હોય છે. આ સિવાય બંને કેલેન્ડર અનુસાર વર્ષની શુરુરવાત અને અંત પણ અલગ-અલગ થાય છે. આપણે તહેવારો હિન્દૂ કેલેન્ડર અનુસાર તો દૈનિક કાર્ય અંગ્રેજી કેલેન્ડર અનુસાર કરીએ છીએ.

કયા મહિનામાં સૌથી ઓછા દિવસો હોય છે?

અંગ્રેજી કેલેન્ડર અનુસાર ફેબ્રુઆરી મહિનામાં સૌથી ઓછા 28 દિવસ હોય છે, જયારે દર લિપ વર્ષમાં 29 દિવસો હોય છે.

સારાંશ (Summary)

આવા પ્રાણીઓ મુખ્ય રીતે પાણીમાં રહેતા હોય છે અને તેમને આપણે અન્ય જાનવરો કરતા ઓછા જોઈએ છીએ. જેથી બાળકો ને લોકપ્રિય જળચર પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Water Animals Name In Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી છે, જે અહીં આપેલ ટ્યુટોરીઅલ દ્વારા આસાનીથી શીખી શકાય છે.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *