8 ગ્રહો ના નામ | Planets Name in Gujarati and English

આપણું સૌરમંડળ ખુબ જ વિશાળ છે અને ગણી ના શકાય તેટલા પદાર્થો તેમાં સમાયેલા છે. છતાં દરેક વસ્તુઓ ના યાદ રાખતા બાળકો માટે ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Planets Name in Gujarati and English) યાદ રાખવા ખુબ જ જરૂરી છે. કારણકે આ નામ તેમને કોઈ ને કોઈ જગ્યાએ જરૂરથી સાંભળવા મળશે.

ગ્રહો મોટા, ગોળાકાર પદાર્થો છે જે સૂર્યની આસપાસ નિરંતર પ્રદક્ષિણા કરે છે. દરેક ગ્રહ અનન્ય છે, અને તેઓ સાથે મળીને આપણું સૂર્યમંડળ બનાવે છે. જયારે આપણે પણ એક પૃથ્વી નામના ગ્રહ પર રહીએ છીએ, જે એક માત્ર ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે.

ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Planets Name in Gujarati and English With Pictures)

આ અવકાશીય અને ખુબ મોટા પદાર્થો છે જે સૂર્યની આસપાસ સતત ફર્યા કરે છે. કદાચ તમને ખબર નહિ હોય પણ તેમને પોતાનો પ્રકાશ નથી પરંતુ સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે. કેટલાક ગ્રહો ખડકના બનેલા છે, જ્યારે કેટલાક ગેસના બનેલા મોટા ગોળા છે.

આપણા સૌરમંડળમાં મુખ્ય આઠ ગ્રહો છે. સૂર્યથી ક્રમ માં ગણાતા, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન છે. દરેક ગ્રહની પોતાની વિશિષ્ટ વિશેષતાઓ છે, જેના ફોટો તમને નીચે દેખાશે.

planets name in gujarati and english with pictures- ગ્રહો ના નામ
NoPlanets Name in EnglishPlanets Name in Gujaratiઉપગ્રહવ્યાસ
1Mercury (મરક્યુરી)બુધ (Budhh)04,880 km
2Venus (વિનસ)શુક્ર (Shukra)012,104 km
3Earth (અર્થ)પૃથ્વી (Pruthvi)112,756 km
4Mars (માર્સ)મંગળ (Mangal)26,792 km
5Jupiter (જ્યુપિટર)ગુરુ (Guru)951,42,984 km
6Saturn (સેટર્ન)શનિ (Shani)1461,20,536 km
7Uranus (યુરેન)યુરેનસ (Yurenus)2751,118 km
8Neptune (નેપ્ચ્યુન)નેપ્ચ્યુન (Neptune)1449,528 km

પ્રથમ ચાર ગ્રહો: બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે અને મોટાભાગે ખડકોથી બનેલા છે. ત્યાર બાદ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે અને મોટાભાગે ગેસના બનેલા છે.

દરેક ગ્રહ અનન્ય છે, જેમાં ગુરુ સૌથી મોટો ગ્રહ છે, જ્યારે બુધ સૌથી નાનો છે. શનિ સુંદર વલયો ધરાવે છે, અને પૃથ્વી જીવન સાથેનો એકમાત્ર ગ્રહ છે. બુધ સૂર્ય થી સૌથી નજીક અને નેપ્ચ્યુન સૌથી દૂર છે, જે ખૂબ ઠંડો ગ્રહ છે.

વામન ગ્રહ (Dwarf Planet)

આવા ગ્રહો મુખ્ય ગ્રહોની જેમ સૂર્ય ફરતે પ્રદક્ષિણા તો કરે છે, પણ તેમની મોટાઈ ખુબ જ નાની છે, જેથી મુખ્ય શ્રેણીમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. જેમાં પ્લુટો શામિલ છે, જે 2006 પહેલા મુખ્ય ગ્રહોની શ્રેણી માં શામિલ હતો.

NoDwarf Planets Name in EnglishDwarf Planets Name in Gujarati
1Plutoપ્લુટો
2Ceresસેરેસ
3Orcusઓર્કસ
4Haumeaહૌમિયા
5Quaoarક્વોઅર

ગ્રહો ના નામ PDF (Planets Name in Gujarati and English PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

હાલ આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહો છે?

હાલ સૂર્ય થી ગણતરી કરતા બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એમ કુલ 8 ગ્રહો છે. 2006 પહેલા 9 ગ્રહો હતા, જયારે પ્લુટો ને આ સૂચિ માંથી બહાર કરવામાં આવ્યો હતો.

કયા ગ્રહની આસપાસ વલયો છે?

શનિ ની આસપાસ બરફ અને ખડકોથી બનેલા સુંદર વલયો છે.

સૌથી મોટો ગ્રહ કયો છે?

ગુરુ એ આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે.

સારાંશ (Summary)

સૌર મંડળ ની વાત આવતા બાળકોને આ ટોપિક પર રસ હંમેશા વધી જતો હોય છે, જેથી તેમને ગ્રહો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Planets Name in Gujarati and English) શીખવા જરૂરી બની જાય છે. જે બાબતે તમામ માહિતી અહીં તમે પ્રાપ્ત કરી.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *