12 રાશિ ના નામ | Rashi Name in Gujarati and English

શું તમે ક્યારેય રાશિચક્ર વિશે સાંભળ્યું છે? રાશિચક્રના તમામ ચિહ્નો એ વિશિષ્ટ નામ અને ખાસ પ્રતીકો છે, જે મુખ્ય રીતે તમારા જન્મના દિવસ સાથે મેળ ખાય છે. એટલા માટે તમને તમામ રાશિ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Zodiac or Rashi Name in Gujarati and English) ખબર હોવી પણ જરૂરી બની જાય છે. અહીં આપણે તેમના નામ સાથે સાથે નિશ્ચિત ચિન્હો અને અક્ષરો વિશે માહિતી મેળવીશું.

તમને ખબર છે કે દરેક રાશિનું પોતાનું નામ હોય છે, અને એસ્ટ્રોલોજી અનુસાર ઘણા લોકો માને છે કે દરેક રાશિ અને તેનું ચિહ્ન આપણને આપણા વ્યક્તિત્વ વિશે કંઈક મનોરંજક કહી શકે છે. હિન્દૂ સંસ્કૃતિમાં જ્યોતિષ વિજ્ઞાનનું ઘણું મહત્વ છે અને આજે પણ લખો લોકો તેમાં વિશ્વાશ કરે છે.

બાર રાશિ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Zodiac or List of 12 Rashi Name in Gujarati and English Language)

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રાશિ મુખ્ય રીતે સૂર્ય, ચંદ્ર અને નામ પર આધાર રાખે છે. તેમના મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમ કે સૂર્ય, ચંદ્ર અને નામ રાશિ. કોઈ પણ રાશિ અમુક તત્વનું પ્રતિનિધિત્વ કરતી હોય છે, આ અનુસાર તેને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલ છે, જે જળ, અગ્નિ, પૃથ્વી અને વાયુ છે.

કર્ક, વૃષિક અને મીન જળ સાથે જોડાયેલ છે, જયારે મેષ, સિંહ અને ધન અગ્નિ સાથે જોડાયેલ છે. આ સિવાય મિથુન, તુલા અને કુંભ વાયુ સાથે, જયારે વૃષભ, કન્યા અને મકર પૃથ્વી તત્વ સાથે જોડાયેલ છે. બની શકે છે કે અલગ અલગ પાસ અનુસાર રાશિના અલગ અલગ પ્રકાર પડે છે. તો ચાલો આ વિષય પર વધુ માહિતી મેળવીએ.

zodiac or 12 rashi name in gujarati and english with pictures- બાર રાશિ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
Noરાશિ ના નામ ગુજરાતીમાંરાશિ ના નામ અંગ્રેજીમાંપ્રતીકરાશિ ના નામ ના અક્ષર
1મેષ (mesh)Aries (એરિસ)ઘેટું (Ram)અ, લ, ઈ
2વૃષભ (vrushabh)Taurus (ટોરસ)બળદ (Bull)બ, વ, ઉ
3મિથુન (mithum)Gemini (જેમેનાઈ)જોડિયા (Twins)ક, છ, ઘ
4કર્ક (kark)Cancer (કેન્સર)કરચલો (Crab)ડ, હ
5સિંહ (sinh)Leo (લિઓ)સિંહ (Lion)મ, ટ
6કન્યા (kanya)Virgo (વરગો)કુમારિકા (Maiden)પ, ઠ, ણ
7તુલા (tula)Libra (લિબરા)ત્રાજવું (Scales)ર, ત
8વૃશ્ચિક (vrushchik)Scorpio (સ્કોર્પિયો)વીંછી (Scorpion)ન, ય
9ધન (dhanu)Sagittarius (સજિટેરીઅસ)તીરંદાજ (Archer)ભ, ધ, ફ, ઢ
10મકર (makar)Capricorn (કેપ્રીકોર્ન)બકરી (Goat)ખ, જ
11કુંભ (kumbha)Aquarius (એકવેરિયસ)ઘડો (Water Bearer)ગ, સ, શ, ષ
12મીન (meen)Pisces (પાઇસિસ)માછલી (Fish)દ, ચ, ઝ, થ

રાશિ ના નામ PDF (Rashi Name in Gujarati and English PDF)

અહીં મેળવો ફ્રી PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

રાશિ કે રાશિચક્ર શું છે?

રાશિ અને તેનું પ્રતીક મુખ્ય રીતે તમારા જન્મના દિવસ અને સમય સાથે સંબંધિત હોય છે અને લખો લોકો માને છે કે તેમની રાશિ અનુસાર તેમનું જીવન અને વ્યક્તિત્વ સાથે ઊંડો સંબંધ ધરાવે છે.

કુલ કેટલી રાશિઓ છે?

એસ્ટ્રોલોજી અનુસાર કુલ 12 રાશિઓ છે, જે દરેક ચિહ્નનું નામ, પ્રતીક અને અર્થ અલગ હોય છે અને મુખ્ય રીતે તે દરેક વર્ષનો અલગ અલગ સમય આવરે છે.

શું મારી રાશિ બદલાઈ શકે છે?

ના, તમારું રાશિચક્ર બદલાતું નથી. તે મુખ્ય રીતે તમારા જન્મની તારીખ પર આધારિત છે, તેથી કોઈ પણ વ્યક્તિ ની રાશિ એકવાર નિશ્ચિત થયા પછી તે સમગ્ર જીવન માટે સમાન રહે છે.

મારી રાશિ માટેનું પ્રતીક કઈ રીતે ગોતવું?

દરેક રાશિનું પોતાનું એક નિશ્ચિત પ્રતીક હોય છે, જેમ કે સિંહ માટે સિંહ, મીન માટે માછલી અથવા તુલા રાશિ માટે ત્રાજવું. તમે અહીં આપેલ રાશિચક્રના ચાર્ટમાં તમારી રાશિ અનુસાર ચિહ્ન શોધી શકો છો.

સારાંશ (Summary)

આપણી જન્મની તારીખ અને સમય અનુસાર રાશિ નક્કી થાય છે અને આપણું નામ રાખવામાં આવે તો તમને તમામ રાશિ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Rashi Name in Gujarati and English) ખબર હોવી ખુબ જ જરૂરી છે. આશા છે કે આ બાબતે તમામ બેઝિક જરૂરી માહિતી તમે આ પેજ પર પ્રાપ્ત કરી અને તમે કોમેન્ટ કરી માહિતી બાબતે તમારો અભિપ્રાય આપી શકો છો.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *